મૂર પુરસ્કાર માટે ભારતીય લેખિકા નેહા દીક્ષિતના પુસ્તકને શોર્ટલિસ્ટ કરાયું
લંડનમાં બુધવારે માનવ અધિકાર લેખન માટે
2025 મૂર પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયેલા ચાર આંતરરાષ્ટ્રીય લેખકોમાં ભારતીય લેખિકા નેહા દીક્ષિતનો સમાવેશ થાય છે. દીક્ષિતના ‘ધ મેની લાઈવ્સ ઓફ સૈયદા એક્સ’ પુસ્તકને ભારતમાં મહિલાઓના જીવનને વ્યાખ્યાયિત કરતા અન્યાય ના ચિત્રણ માટે પસંદ કરાયું છે.